Thursday, 28 May 2015

સરકારની `અટલ પેન્શન યોજના'માં આ છે ખામીઓ

 તાજેતરમાં મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સામાજિક સુરક્ષા યોજનાઓમાં એક `અટલ પેન્શન યોજના (એપીવાઇ)' પણ છે. સરકારે તેના એક વર્ષના શાસનની દુહાઇઓમાં આ યોજનાઓને આગળ કરીને પોતાની સિદ્ધિઓ રજૂ કરી છે. પરંતુ અટલ પેન્શન યોજનાની વિગતો જોઇએ તો જણાય છે કે તેમાં ઘણી ખામીઓ છે જે તેના હેતુ સાથે મજાક કરતી હોય તેવું જણાય છે. આમાં એક શરત એ છે કે આ યોજનાને પાત્ર એ જ વ્યક્તિ હોઇ શકે છે જે ઇન્કમટેક્સ ચુકવવાની પાત્રતા ન ધરાવતો હોય એટલેકે તે ઇન્કમ ટેક્સ ન ચૂકવતો હોય.
 
ભલે મોદી સરકારનો હેતુ અસંગઠિત ક્ષેત્રના કામદારોને લાભ કરાવવાનો હોય અને બીજો કોઇ તેનો ખોટો ફાયદો ન લઇ શકે તે જોવાનો હોય, પરંતુ આ યોજનામાં એવી ઘણી બાબતો છે જે ગુંચવણો ઊભી કરે છે. જેમ કે, જો કોઇ વ્યક્તિની આવક ઇન્કમ ટેક્સની લિમિટમાં હોય અને તે જાણી જોઇને આવકવેરો ન ચુકવતો હોય તો તેને રોકવા માટે કોઇ સ્પષ્ટ જોગવાઇ કરવામાં નથી આવી.

આ ઉપરાંત, એ પણ સ્પષ્ટ નથી કે આ આવક વેરાનો જે પ્રતિબંધ આ યોજનામાં છે તે કઇ સ્થિતિ માટે છે. શું આ પ્રતિબંધ ફકત પ્રથમવાર આના માટે કોન્ટ્રીબ્યૂશન આપતી વખતે લાગુ થશે કે દર વર્ષે ?  માની લો કે કોઇ વ્યક્તિની આવક પ્રથમ કોન્ટ્રીબ્યૂશન સમયે ઇન્કમ ટેક્સની રેન્જમાં નથી આવતી પણ પછી તેની આવક વધી જાય છે તો શું જોગવાઇ હશે ? શું તે વ્યક્તિને તેના લાભથી વંચિત કરી દેવામાં આવશે. ?
 
આમાં એક શરત છે કે આ યોજનાને પાત્ર ફકત એવા જ લોકો હશે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને યોજનામાં સામેલ થતી વખતે કોઇ પણ પ્રકારની સામાજિક સુરક્ષા સ્કીમનો લાભ નથી ઉઠાવી રહ્યા. જો કોઇ વ્યક્તિ આ યોજનામાં સામેલ થયા બાદ સંગઠિત સેકટરમાં નોકરી મળે તો શું તેને આ લાભોથી વંચિત કરી દેવામાં આવશે ?

આ યોજનામાં એક શરત સતત ૨૪ મહિના સુધી ફન્ડનું કન્ટ્રીબ્યૂશન છે. ૨૪ મહિના સુધી સતત આ યોજના માટે ફંડ કોન્ટ્રીબ્યૂશન ન કરવા પર ખાતુ બંધ કરી દેવામાં આવશે. પરંતુ, એ સ્પષ્ટ નથી કે ખાતામાં જે રકમ જમા થશે તેનું શું થશે. શું જમા રકમ સંપૂર્ણ રીતે ડૂબી જશે ? કારણ કે ૬૦ વર્ષની ઉંમર પહેલા નાણાં પાછા કાઢવાની કોઇ જોગવાઇ નથી. એક વધુ સૌથી મોટી ખામી એ છે કે મૃત્યુ કે ગંભીર બીમારીના સંજોગોમાં નાણાં ફકત પેન્શનના રૂપે જ મળશે.
 
આમાં એક શરત છે કે આ યોજનાને પાત્ર ફકત એવા જ લોકો હશે જે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અને યોજનામાં સામેલ થતી વખતે કોઇ પણ પ્રકારની સામાજિક સુરક્ષા સ્કીમનો લાભ નથી ઉઠાવી રહ્યા. જો કોઇ વ્યક્તિ આ યોજનામાં સામેલ થયા બાદ સંગઠિત સેકટરમાં નોકરી મળે તો શું તેને આ લાભોથી વંચિત કરી દેવામાં આવશે ?

Saturday, 16 May 2015

330 રૂપિયાની વીમા પોલીસી સસ્તી પણ ટકાઉ નહી,

મોદી સરકારની 12 અને 330 રૂપિયાના પ્રિમીયમ વાળી ઇન્સ્યોરન્સ સ્કીમ દ્વારા દરેક લોકોને વીમા હેઠળ આવરી લેવાની તૈયારી છે. પરંતુ આ સ્કીમમાં કેટલીક એવી પણ જોગવાઇઓ છે, જેનાથી દેશની કરોડોની જનતા યોજનાનો લાભ ઉઠાવી શકશે નહી. વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનાનો દેશના આશરે 20 કરોડથી વધુ લોકો લાભ ઉઠાવી શકશે નહી. તેના સિવાય બન્ને યોજનાઓમાં કેટલીક એવી જોગવાઇ છે કે, જો પોલિસી લેતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો, વીમા કરાવ્યા બાદ પણ પોલિસીનો લાભ નહી મળે. ત્યારે જો બજારમાં ઉપલબ્ધ બીજી વીમા પોલિસીની તુલના કરવામં આવે તો સરકારી પોલિસી સસ્તી છે પરંતુ ટકાઉ નથી. આવું એટલા માટે કે બજારમાં ઉપલબધ જીવન વીમા કવરનો લાભ જ્યાં 100 વર્ષની ઉંમર સુધી મળી રહ્યો છે, ત્યારે સરકારની પોલિસીમાં 55 વર્ષ બાદ જીવન સુરક્ષા કવરની કોઇ જોગવાઇ નથી.
 
20 કરોડ લોકો પહેલેથી જ જીવન વીમાના આવરણથી બહાર
 
વર્ષ 2010-11ની વસ્તી ગણતરી અનુસાર દેશમાં 19 કરોડથી વધુની વસ્તી એવી છે કે જેમની વય 50 વર્ષથી વધુ છે. આ લોકો વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના સાથે જોડાઇ શકશે નહી. આવું એટલા માટે છે કે યોજનાથી ફક્ત 18થી 50 વર્ષની ઉંમરના લોકો જ જોડાઇ શકે છે. ત્યારે જો આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ, મેક્સ લાઇફ, એસબીઆઇ લાઇફ, આઇડીબીઆઇ ફેડરલ લાઇફ જેવી વીમા કંપનીઓ 50 વર્ષને બદલે 60 વર્ષની ઉઁમર સુધી પોલિસી લેવાની સુવિધા આપે છે.
 
100 વર્ષની ઉંમર સુધી મળે છે વીમાનો લાભ
 
વડાપ્રધાન જીવન વીમા યોજનામાં વીમા કવર 55 વર્ષ સુધી જ મળશે. એટલે કે જો કોઇ વીમાધારકનું મૃત્યુ 55 વર્ષ સુધી થાય છે, તો જ તેના નોમિનીને વીમા અનુસાર 2 લાખ રૂપિયા હેઠળ 2 લાખની રકમ મળશે. જ્યારે બજારમાં ઉપલબ્ધ બીજી કંપનીઓની પોલિસીમાં 100 વર્ષ સુધી વીમાનો લભ લઇ શકાય છે. જ્યારે તેના માટે તમારે 6,000થી 10,000 રૂપિયા સુધી સુધીનું વાર્ષિક પ્રિમીયમ ચૂકવવું પડશે. જ્યારે વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનામાં ફક્ત 330 રૂપિયાનું પ્રિમીયમ આપવાનું છે. એક વીમા કંપનીના વરિષ્ઠ અધિકારીએ મનીભાસ્કરને જણાવ્યું કે સરકારની યોજનામાં લાઇફ કવરની ઉંમર ઓછી હોવાથી ત્યાં ક્લેઇમનું જોખમ ઓછું છે. જેના કારણે જ આટલું સસ્તુ પ્રિમીયમ નક્કી કરી શકાયું છે.
 
તેના સિવાય સરકારની વીમા યોજાના સાથે જોડાતા પહેલા તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી અત્યંત જરૂરી છે. જો તમે આવું ન કરો વીમો કરાવ્યા પછી પણ તમે તેના લાભથી વંચિત રહી શકો છો.

બેંક ખાતું બંધ કરાવતા જ પોલિસી થઇ જશે બંધ
 
વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના અને વડાપ્રધાન જીવન જ્યોતિ બેન્ક ખાતા ધારકો માટે છે. જ્યાં સુધી તમારા ખાતામાં પ્રિમીયમ લાયક પર્યાપ્ત પૈસા હશે ત્યાં સુધી તમારી પોલિસી ચાલુ રહેશે. જો ખાતામાં પ્રિમીયમને લાયક પૈસા ન હોય તો તમારું વીમા કવર સમાપ્ત થઇ જશે. બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જો તમે તમારી બેન્કનું ખાતુ બંધ કરાવો છો તો તમારી આ બન્ને પોલિસી જો બેન્ક મારફતે લીધી હોય તો ખાતુ બંધ થવાના દિવસથી બંધ થઇ જશે. ખાતુ બંધ કરાવ્યા હબાદ જો કોઇ અનિચ્છિત બનાવ બને છે તો પરિવારને એક પણ પૈસો વીમા કવર મળશે નહી.

એકથી વધુ બેન્કમાંથી વીમા કવર લેવામાં નુકસાન
 
તમારી પાસે જો એકથી વધુ બેન્ક ખાતુ હોય અને જો તમે એ સમજી રહ્યા હોય કે આ સસ્તી વીમા યોજના મારફતે તમે વિભિન્ન બેન્કો પાસેથી સુરક્ષા કવર લઇને તમારા પરિવારને સુરક્ષિત કરી લેશો તો તે તમારી ભૂલ છે.  વીમાયોજનાઓના નિયમ તેમજ શરતો અનુસાર, વિભિન્ન બેન્કો પાસેથી કવર લેવા છતા તમને મહત્તમ બે લાખ રૂપિયાનું કવર જ મળશે. તમારું નુકસાન એ હશે કે એક પોલિસીને છોડે બાકી બેન્કોમાથી લીધેલા કવર માટે જે પ્રિમીયમ આપ્યું છે તેનાથી હાથ ધોવા પડશે. તે સિવાય બેન્કો પાસેથી લેવામાં આવેલી પોલિસી પણ પોતાની મેળે જ સમાપ્ત થઇ જશે.

Source # divyabhaskar.co.in

Friday, 15 May 2015

AR CONSULTANTS 

REVOLUTIONARY SOLUTIONS FOR ACCOUNTING & STAFFING


As you know, any business new or old, big or small needs efficient accounting services to sustain and grow. Having your accounts in top shape all the year round is a remarkable achievement that canhelp your business function smoothly and provide grounds for sound and promising businessdecisions.
As your accounting needs will continue to grow with your business, you need to pay careful thought to a long term and viable solution for this vital part of your business. By hiring us to take care of all your accounting needs, you can ensure a step in the right direction. By letting us be your professional accountants, not only would you have availed the services of highly qualified,
experienced professionals not commonly available at an affordable price for small businesses, you would also have more time and saved resources to run your business successfully.

About us.
AR CONSULTANTS is a professional accounting services provider in accounting, bookkeeping and controller services. We performs functions such general ledger accounting, payroll, financial analysis, bank reconciliations and financial statement preparation. In short all types of accounting and Taxation. Acclaimed for producing customizable solutions for the clients’ accounting needs of all kinds, we are a comprehensive solution for all your accounting needs. Our dedicated servers using the most modern software and hardware in business today, ensure you have round the clock access to your financial data with guaranteed data security and confidentiality. We consider your satisfaction to be an honest measure of our performance.

Who we are?
We are the group of qualified people experts and experience in Accounting, Finance, Taxation (VAT, CST, EXCISE, TDS, SERVICE TAX, INCOME TAX), expert in DGFT related matters, experts auditors, Experts in all types registrations and licensing. We are the people who are having experience of consulting between to 10 year to 35 years in their respective fields. as. we have the expert user of most popular accounting software like TALLY ERP, SAP, QUICK BOOKS, ORACALE etc. We have available expertise in all level of business to fulfill the accounting needs.

Service we offer.
  •  Accounting and Booking. (Outsourcing)
  • Recruitment on behalf of you. (Specialize for account department)
  • All type of return filling. (VAT,CST,TDS,EXCISE & SERVICE TAX)
  • Export Imports related matters. (Licensing, Registration etc)
  • All types of DGFT related matters. (FMS, FPS & all types of export benefits)
  • Payroll and related activities with tax calculation
  • Corporate training.
  • All types of licensing and registration.
Why to choose us ?
Our accounting well trained professionals are highly qualified specialized accountants working on the most up-to-date accounting software programs available to you for an affordable price. We make sure
that you can access your data round the clock without any hassles to keep you on top of your finances. Your data remains safe and secure with us. We provide the service as per your needs &requirements.

Give us the opportunity to work for your promising company, we will prove with our dedication and high performance that you have actually bought peace of mind for yourself in the appearance of our professional accounting services.

Thank you very much for visiting my blog.

Amirali Mirza
Founder-Ar Consultant