Saturday, 16 May 2015

330 રૂપિયાની વીમા પોલીસી સસ્તી પણ ટકાઉ નહી,

મોદી સરકારની 12 અને 330 રૂપિયાના પ્રિમીયમ વાળી ઇન્સ્યોરન્સ સ્કીમ દ્વારા દરેક લોકોને વીમા હેઠળ આવરી લેવાની તૈયારી છે. પરંતુ આ સ્કીમમાં કેટલીક એવી પણ જોગવાઇઓ છે, જેનાથી દેશની કરોડોની જનતા યોજનાનો લાભ ઉઠાવી શકશે નહી. વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનાનો દેશના આશરે 20 કરોડથી વધુ લોકો લાભ ઉઠાવી શકશે નહી. તેના સિવાય બન્ને યોજનાઓમાં કેટલીક એવી જોગવાઇ છે કે, જો પોલિસી લેતી વખતે ધ્યાન રાખવામાં ન આવે તો, વીમા કરાવ્યા બાદ પણ પોલિસીનો લાભ નહી મળે. ત્યારે જો બજારમાં ઉપલબ્ધ બીજી વીમા પોલિસીની તુલના કરવામં આવે તો સરકારી પોલિસી સસ્તી છે પરંતુ ટકાઉ નથી. આવું એટલા માટે કે બજારમાં ઉપલબધ જીવન વીમા કવરનો લાભ જ્યાં 100 વર્ષની ઉંમર સુધી મળી રહ્યો છે, ત્યારે સરકારની પોલિસીમાં 55 વર્ષ બાદ જીવન સુરક્ષા કવરની કોઇ જોગવાઇ નથી.
 
20 કરોડ લોકો પહેલેથી જ જીવન વીમાના આવરણથી બહાર
 
વર્ષ 2010-11ની વસ્તી ગણતરી અનુસાર દેશમાં 19 કરોડથી વધુની વસ્તી એવી છે કે જેમની વય 50 વર્ષથી વધુ છે. આ લોકો વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજના સાથે જોડાઇ શકશે નહી. આવું એટલા માટે છે કે યોજનાથી ફક્ત 18થી 50 વર્ષની ઉંમરના લોકો જ જોડાઇ શકે છે. ત્યારે જો આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ, મેક્સ લાઇફ, એસબીઆઇ લાઇફ, આઇડીબીઆઇ ફેડરલ લાઇફ જેવી વીમા કંપનીઓ 50 વર્ષને બદલે 60 વર્ષની ઉઁમર સુધી પોલિસી લેવાની સુવિધા આપે છે.
 
100 વર્ષની ઉંમર સુધી મળે છે વીમાનો લાભ
 
વડાપ્રધાન જીવન વીમા યોજનામાં વીમા કવર 55 વર્ષ સુધી જ મળશે. એટલે કે જો કોઇ વીમાધારકનું મૃત્યુ 55 વર્ષ સુધી થાય છે, તો જ તેના નોમિનીને વીમા અનુસાર 2 લાખ રૂપિયા હેઠળ 2 લાખની રકમ મળશે. જ્યારે બજારમાં ઉપલબ્ધ બીજી કંપનીઓની પોલિસીમાં 100 વર્ષ સુધી વીમાનો લભ લઇ શકાય છે. જ્યારે તેના માટે તમારે 6,000થી 10,000 રૂપિયા સુધી સુધીનું વાર્ષિક પ્રિમીયમ ચૂકવવું પડશે. જ્યારે વડાપ્રધાન જીવન જ્યોતિ વીમા યોજનામાં ફક્ત 330 રૂપિયાનું પ્રિમીયમ આપવાનું છે. એક વીમા કંપનીના વરિષ્ઠ અધિકારીએ મનીભાસ્કરને જણાવ્યું કે સરકારની યોજનામાં લાઇફ કવરની ઉંમર ઓછી હોવાથી ત્યાં ક્લેઇમનું જોખમ ઓછું છે. જેના કારણે જ આટલું સસ્તુ પ્રિમીયમ નક્કી કરી શકાયું છે.
 
તેના સિવાય સરકારની વીમા યોજાના સાથે જોડાતા પહેલા તમારે કેટલીક વાતો ધ્યાનમાં રાખવી અત્યંત જરૂરી છે. જો તમે આવું ન કરો વીમો કરાવ્યા પછી પણ તમે તેના લાભથી વંચિત રહી શકો છો.

બેંક ખાતું બંધ કરાવતા જ પોલિસી થઇ જશે બંધ
 
વડાપ્રધાન સુરક્ષા વીમા યોજના અને વડાપ્રધાન જીવન જ્યોતિ બેન્ક ખાતા ધારકો માટે છે. જ્યાં સુધી તમારા ખાતામાં પ્રિમીયમ લાયક પર્યાપ્ત પૈસા હશે ત્યાં સુધી તમારી પોલિસી ચાલુ રહેશે. જો ખાતામાં પ્રિમીયમને લાયક પૈસા ન હોય તો તમારું વીમા કવર સમાપ્ત થઇ જશે. બીજી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે જો તમે તમારી બેન્કનું ખાતુ બંધ કરાવો છો તો તમારી આ બન્ને પોલિસી જો બેન્ક મારફતે લીધી હોય તો ખાતુ બંધ થવાના દિવસથી બંધ થઇ જશે. ખાતુ બંધ કરાવ્યા હબાદ જો કોઇ અનિચ્છિત બનાવ બને છે તો પરિવારને એક પણ પૈસો વીમા કવર મળશે નહી.

એકથી વધુ બેન્કમાંથી વીમા કવર લેવામાં નુકસાન
 
તમારી પાસે જો એકથી વધુ બેન્ક ખાતુ હોય અને જો તમે એ સમજી રહ્યા હોય કે આ સસ્તી વીમા યોજના મારફતે તમે વિભિન્ન બેન્કો પાસેથી સુરક્ષા કવર લઇને તમારા પરિવારને સુરક્ષિત કરી લેશો તો તે તમારી ભૂલ છે.  વીમાયોજનાઓના નિયમ તેમજ શરતો અનુસાર, વિભિન્ન બેન્કો પાસેથી કવર લેવા છતા તમને મહત્તમ બે લાખ રૂપિયાનું કવર જ મળશે. તમારું નુકસાન એ હશે કે એક પોલિસીને છોડે બાકી બેન્કોમાથી લીધેલા કવર માટે જે પ્રિમીયમ આપ્યું છે તેનાથી હાથ ધોવા પડશે. તે સિવાય બેન્કો પાસેથી લેવામાં આવેલી પોલિસી પણ પોતાની મેળે જ સમાપ્ત થઇ જશે.

Source # divyabhaskar.co.in

No comments:

Post a Comment